Wednesday, 19 September 2012

ગુણપતિ આયો‚ રિદ્ધિ સિદ્ધિ લાયો

ગુણપતિ આયો‚ રિદ્ધિ સિદ્ધિ લાયો‚ નિરભે નામ સુણાવો‚
ગુરુ ! નિરભે નામ સુણાવો‚
સતગુરુજી વિના બાત કેસી ? સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
રતન સાગરમાં રતન નિપજે‚ મહાસાગરમાં મોતી‚
ગુરુ ! મહાસાગરમાં મોતી‚
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
કોઈ વો’રે ત્રાંબા ને પીત્તળ‚ મારા સતગુરુ વો’રે સાચા હીરલા‚
મારા ગુરુજી વો’રે સાચા હીરલા..
સતગુરુજી વિના બાત કેસી ? સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
કોઈ વો’રે સોનાને ચાંદી‚ મારા સતગુરુ વો’રે સાચાં મોતીડાં‚
મારા ગુરુજી વો’રે સાચાં મોતીડાં..
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ‚ નેક ટેકમેં રહેના‚
મેરે ભાઈ ! નેક ટેકમેં રહેના‚ સંતો નેક ટેકમેં રહેના…
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦

Tuesday, 18 September 2012

પ્રથમ પહેલાં પુજા તમારી

પ્રથમ પહેલાં પુજા તમારી, મંગળ મુર્તિવાળા,
કોટી વંદન તમને સુંઢાળા, નમીએ નાથ રૂપાળા ગજાનન...

પ્રથમ સમરીએ નામ તમારા, તો ભાગે વિઘન અમારા,
શુભ શુકનીએ તમને સમરીએ, દિન દયાળુ દયાવાળા...ગજાનન

શંકટ હરણને અધમ ઓધારણ, ભય ભંજન રખવાળા,
સર્વ સફળતા તમથી ગણેશા, સર્વ સ્થળે સરવાળા...ગજાનન

અકળ ગતી છે મારા નાથ તમારી, જય જય નાથ સુંઢાળા,
દુ:ખડા હરો ને સુમતી આપો, ગુણના એક દંતવાળા...ગજાનન

જગત ચરાચર ગુણપતી દાતા, હાની હરોને હરખાળા,
સેવક સમરે ગુણપતી ગુણને, ઉરમાં કરોને અજવાળા...ગજાનન

મૂળ મહેલમાં વસે ગુણેશા

 મૂળ મેલમાં વસે ગણેશા‚ ગુરુ ગમસે ગુણ પાતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.
તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚ તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.
તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚ મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.
ધુપ ધ્યાન ને અખંડ આરતી‚ ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚
મેરે દાતા હો… જી.
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚ ઝીણી ઝીણી ચાલ ચલંતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
ખીર ખાંડ ને અમરત ભોજન‚ ગુણપતિ લાડુ પાતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
શુધ બુધ નારી તેરી સેજ બિછાવે‚ નિત નિત ચમર ઢળંતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
ગુરુ પ્રતાપે બોલ્યા તોરલપરી‚ મરજીવા મોજું પાતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.

નમું ગુણેશા, નમું હનુમંતા

નમું ગુણેશા, નમું હનુમંતા, એ બે દેવોમાં કોણ બળવંતા
ગણેશજી કહે છે મારે રિધ્ધી સિધ્ધી નારી
હનુમાનજી કહે છે હું તો બાળ બ્રહમચારી… નમું ગુણેશા…….
ગણેશજી કહે છે મને ફુલ ચઢે તાજાં
હનુમાનજી કહે છે મને આંકડાની માળા… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મને ચૂરમાના લાડું
હનુમાનજી કહે છે મને તેલ ચઢે ટાઢું… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ વાર્યો
હનુમાનજી કહે છે મેં તો લંકાગઢ બાળ્યો… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મારે જનોઇનો જોટો
હનુમાનજી કહે છે મારે લાલ કછોટો… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મારે શંકરદેવ પિતા
હનુમાનજી કહે છે મારે રામ અને સિતા. … નમું ગુણેશા………

ગરવા પાટે પધારો ગુણપતિ

જમા જાગરણ કુંભ થપાણાં મળીયા જતિ અને સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજાયું ફરકતી
ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ…
વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા‚ આવ્યાં માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સાથે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ…
તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ
બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં છે હનમો જતિ
ગરવા પાટે પધારો ગણપતિ…
નવનાથ ને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ
પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ…
ગરવા પાટે પધારો ગણપતિ…
કેશવ તમને વિનવે સ્વામી‚ મંગળકર મુરતિ
ધુપ ધુપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી
ગરવા પાટે પધારો ગણપતિ…

પરથમ પહેલાં સમરીયે રે

પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી ! તમને સૂંઢાળા.. હાં.. હાં.. હાં..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા ! ઋષિમુનિના આગેવાન મારા દેવતા !
મહેર કરોને મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા‚
માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં‚ એ.. પારવતી રે‚ સ્વામી તમને સુંઢાળા..
પિતાજી રે શંકર દેવ‚  દેવતા ! મહેર કરોને મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા‚
ઘી રે સીંદુરની રે હાં હાં હાં‚ એ.. સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા‚
ગળામાં ફુલડાના હાર મારા દેવતા ! મહેર કરો મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા‚
કાનમાં કુંડળ હાં હાં હાં‚ એ… ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા‚
કંઠે મોતીડાંની માળ મારા દેવતા ! મહેર કરો મહારાજ રે..
પરથમ પહેલાં સમરીયે રે…૦
રાવત રણશીની વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા‚
રાવત રણશીની હાં હાં હાં‚ એ… વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા‚
ભગતોને કરજો સહાય મારા દેવતા ! મહેર કરો મહારાજ રે..
પરથમ પહેલાં સમરીયે રે…૦