નમું ગુણેશા, નમું હનુમંતા, એ બે દેવોમાં કોણ બળવંતા
ગણેશજી કહે છે મારે રિધ્ધી સિધ્ધી નારી
હનુમાનજી
કહે છે હું તો બાળ બ્રહમચારી… નમું ગુણેશા…….
ગણેશજી કહે છે મને ફુલ ચઢે તાજાં
હનુમાનજી
કહે છે મને આંકડાની માળા… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મને ચૂરમાના લાડું
હનુમાનજી
કહે છે મને તેલ ચઢે ટાઢું… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ વાર્યો
હનુમાનજી
કહે છે મેં તો લંકાગઢ બાળ્યો… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મારે જનોઇનો જોટો
હનુમાનજી
કહે છે મારે લાલ કછોટો… નમું ગુણેશા………
ગણેશજી કહે છે મારે શંકરદેવ પિતા
હનુમાનજી
કહે છે મારે રામ અને સિતા. … નમું ગુણેશા………
No comments:
Post a Comment