Wednesday, 3 October 2012

તાલીઓના તાલે



 
               તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
               આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
 
               ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
               કહેતી મનની વાત રે …
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
               તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
 
               ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી
               ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી
               રાતલડી રળિયાત રે …
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
 
               તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
 
               ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો રૂમો ઝૂમો,
               ગોરી રૂમો ઝૂમો રસ રમે જાણે
               શામળિયો જમુનાજીને ઘાટ રે …
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
               
               તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
               પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
 
 
               ચિત્રપટ: ગુણસુંદરી(૧૯૪૮)
               સ્વર: ગીતા રોય
               ગીત-સંગીત: અવિનાશ વ્યાસ

No comments:

Post a Comment